આશરે એક મહિનાથી ચાલુ થયેલા ઈરાન - અમેરિકા અને ઈઝરાઈલના યુદ્ધ અને તણાવે આખા વિશ્વને આર્થિક, રાજકીય, સામાજિક અને માનસિક રીતે ખૂબ નકારાત્મક અસર પહોંચાડી છે. રાંઘણ ગેસના ચૂલાથી લઈને ઉદ્યોગો, હોટલો, શાળાઓ, દવાખાનાઓ, પરિવહન સેવાઓ કે અન્ય એવી કોઈ મહત્વપૂર્ણ સુવિધાઓ આ યુદ્ધથી અસરગ્રસ્ત થયા વગર રહી નથી, ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બન્યું છે. અલ ઝીરા, રાઉટર, બ્લૂમબર્ગ જેવી વૈશ્વિક પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ કપરા સંજોગોમાં પાકિસ્તાન એક અચંબિત કરનાર ભૂમિકામાં સામે આવ્યું છે; એક પણ પક્ષના સહાયક નહીં પણ બંને પક્ષના ‘શાંતિ દૂત’ તરીકે. આ ભૂમિકાથી એવું માની શકાય કે અસ્થિરતા, આતંકવાદ અને દ્વિઅર્થિય વિદેશ નીતિનો કાળો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન માટે આ પરિવર્તન માત્ર છબી સુધારવાનો પ્રયાસ નથી પરંતુ વૈશ્વિક સમીકરણોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કવાયત છે. "શાંતિદૂત" તરીકે કોઈ પણ રાષ્ટ્ર માટે વિશ્વસનીય હોવું એ અતિ આવશ્યક બાબત છે. અમેરિકી નેતૃત્વ અને પાકિસ્તાની સેન...
Uttam Trasadiya
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.